Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.
રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી.
નોટીફાઇડ એરિયા સાપુતારાના નાયબ કલેકટર અને ચીફ ઓફિસર ડૉ. ચિતન વૈશ્નવના પ્રયાસોથી તેમના માર્ગદર્શન થકી સાપુતારા જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે એવા તમામ લોકોએ સાથે મળીને "ઘાટ સફાઈ અભિયાન" ને સફળ બનાવ્યું.
તમામે પૂરા ઉત્સાહ અને ખંતથી અંદાજે 20 ટન પ્લાસ્ટિકનો 4 થી 5 ટ્રેકટર ભરીને સદંતરપણે ઘાટમાંથી નિકાલ કરવામાં આવ્યો. ડૉ.ચિંતન વૈશ્નવ દ્વારા અહીં ફરવા આવતા પ્રવાસીઓને જ્યાંત્યાં પ્લાસ્ટિક ન ફેંકવા અપીલ કરવામાં આવી. તથા અહીંના લોકોને પોતાનો વિસ્તાર જાતે ચોખ્ખો રાખવા મોટીવેટ કરવામાં આવ્યા.